આ દેશના રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદ્દે આપ્યું અત્યંત વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-'પાકિસ્તાન માટે...'

તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને કાશ્મીર મુદ્દે પોતાની ટાંગ અડાવી છે. પાકિસ્તાની સંસદના બંને સદનોને સંબોધિત કરતા તેમે એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ભારત સાથેના તેના સંબંધો ખરાબ થઈ શકે છે.

આ દેશના રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદ્દે આપ્યું અત્યંત વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-'પાકિસ્તાન માટે...'

દિલ્હી: તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને કાશ્મીર મુદ્દે પોતાની ટાંગ અડાવી છે. પાકિસ્તાની સંસદના બંને સદનોને સંબોધિત કરતા તેમે એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ભારત સાથેના તેના સંબંધો ખરાબ થઈ શકે છે. એર્દોગાને કહ્યું કે કાશ્મીરમાં અત્યાચાર થઈ રહ્યાં છે અને તેઓ ચૂપ બેસશે નહીં. તેમણે કહ્યું કે કાશ્મીર જેટલુ પાકિસ્તાન માટે મહત્વનું છે તેટલું જ તુર્કી માટે પણ મહત્વનું છે.  તેમણે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનને બિનશરતી ટેકો આપવાનું વચન પણ આપી દીધુ. 

એર્દોગાનનું સમગ્ર ભાષણ ઈસ્લામ અને મુસલમાનની આજુબાજુ રહ્યું. મુસ્તફા કમાલ પાશા ઉર્ફે અતાતુર્કની ધર્મનિરપેક્ષ સાંસ્કૃતિક વારસાથી બિલકુલ ઉલટુ એર્દોગાન જાણે દુનિયાભરના મુસલમાનોના રહેનુમા બનવાની કોશિશ કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે કોઈ જમીન પર ખેંચાયેલી સરહદ ઈસ્લામમાં માનનારાઓને અલગ કરી શકે નહીં. 

એર્દોગાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ લપેટામાં લીધા. તેમણે કહ્યું કે મધ્ય પૂર્વમાં અમેરિકાનો પીસ પ્લાન હકીકતમાં આક્રમણકારી નિયત છે. તેમણે કહ્યું કે જ્યાં પણ મુસલમાનો મરી રહ્યાં છે ત્યાં મુસ્લિમ દેશોએ એકજૂથ થવાની જરૂર છે. 

એટલું જ નહીં આતંકવાદના જનક પાકિસ્તાનને તેમણે તેના સૌથી વધુ પીડિત પણ ગણાવી લીધો. ઈમરાન ખાન અને બાકી સાંસદોની તાળીઓ વચ્ચે એર્દોગાને કહ્યું કે તેઓ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પણ પાકિસ્તાન માટે બિનશરતી સમર્થન કરશે. એર્દોગાને પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર ગણાવીને ઈમરાન ખાનને ખુશ કરી દીધા. 

જુઓ LIVE TV

એર્દોગાને કહ્યું કે તમારું દર્દ એ મારું દર્દ છે. આપણી મિત્રતા પ્રેમ અને સન્માન પર આધારિત છે. પાકિસ્તાન પ્રગતિ તરફ છે અને તે થોડા દિવસમાં થઈ શકે નહીં. તેમાં સમય લાગશે અને તુર્કી તેમાં સહયોગ કરતો રહેશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ પાકિસ્તાની સંસદમાં આવીને પોતાને ધન્ય ગણી રહ્યાં છે. આ અગાઉ 2016માં પણ તેઓ પાકિસ્તાની સંસદને સંબોધિત કરી ચૂક્યા છે. તે પહેલા ઈમરાન ખાને પોતે એર્દોગાનની ગાડી ડ્રાઈવ કરી અને તેમને રાષ્ટ્રપતિ ભવન સુધી લઈ ગયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news